મોરબીમાં ઉત્સાહભેર ખેલમહાકુંભનો પ્રારંભ : પ્રથમ દિવસે ૧૦૪ જેટલા ખેલાડીઓએ બેડમિન્ટન રમતમાં ભાગ લીધો

મોરબી જિલ્લામાં ખેલાડીઓમાં રહેલી રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહન આપવા તથા  રમતગમત ક્ષેત્રે યુવાનોને આગળ વધવાની તક પૂરી પાડવાના હેતુથી ખેલ મહાકુંભ-૨૦૨૬નું  આયોજન  કરવામાં  આવ્યું  છે.  જે  અંતર્ગત  પ્રથમ  દિવસે  મોરબી  ખાતે  બેડમિન્ટન  રમતની સ્પર્ધાઓ યોજાઈ હતી.

આ સ્પર્ધામાં વિવિઘ વયજૂથના ખેલાડીઓએ  ઉત્સાહપૂર્વક ભાગ  લઈ  પોતાની  રમતગમતની  પ્રતિભાનું  પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધા દરમિયાન ૧૦૪ ખેલાડીઓ અંડર-૧૧ માં ૨૫ ખેલાડી અને અંડર -૧૪ માં  ૭૯  ખેલાડીઓ  વચ્ચે  રસાકસીભર્યા  મુકાબલા  જોવા મળ્યા હતા. રમતગમત પ્રત્યે ખેલાડીઓમાં ઉત્સાહ અને જોમ જોવા મળ્યો હતો.

જિલ્લા રમત-ગમત અધિકારીએ જણાવ્યું હતું કે, સ્પર્ધાના  અંતે  ઉત્કૃષ્ટ  પ્રદર્શન  કરનાર  વિજેતા  ખેલાડીઓને  પ્રોત્સાહનરૂપે  રોકડ  પુરસ્કાર  એનાયત  કરવામાં  આવે છે, જેમાં અંડર-૧૧ માં  પહેલો  નંબર  મેળવનારને ૫૦૦૦,  બીજો  નંબર  મેળવનારને  ૩૦૦૦  અને  ત્રીજો નંબર મેળવનારને ૧૦૦૦નું તથા અંડર -૧૪માં  પહેલો  નંબર  મેળવનારને  ૫૦૦૦,  બીજો નંબર મેળવનારને ૩૦૦૦ અને ત્રીજો નંબર મેળવનારને ૨૦૦૦નું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે.


Leave a Comment