આદરણા ગામ પાસે યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહમાં બ્રિજેશ મેરજા ઉપસ્થિત રહ્યા

મોરબી તાલુકા ના આદરણા ગામ પાસે આવેલ સુપ્રસિદ્ધ ધારેશ્વર  મહાદેવ મંદિર ના પ્રાંગણ માં શ્રીમદ ભાગવત સપ્તાહ માં પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા એ ધર્મ લાભ લીધો, મહાદેવ મંદિર માં જલાભિષેક  પૂજા અર્ચના નો લાભ લીધો,વ્યાસ પીઠ પર બિરાજમાન કથાકાર  રાજુભાઈ પંડ્યાનુ સન્માન પણ સ્વીકારયું.

આ તકે બ્રિજેશ મેરજા એ પ્રાસંગિક પ્રવચન કરી જીવન માં ધર્મ નુ આચરણ કરી સામાજિક ચેતના ની આહલેક જગાડવા અનુરોધ કર્યો હતો, તેમજ ધારેશ્વર મંદિર સમિતિ ના આયોજકોના સુંદર આયોજન અને સ્વયં સેવકો ની સેવા ને બિરદાવી હતી. આ કથામાં વિશાળ સંખ્યા માં લોકો ભાગવત ગીતા નુ રસપાન કરી રહ્યા છે, આ પ્રસંગે બ્રિજેશ મેરજા ની સાથે તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ ધનજીભાઈ દંતાલીયા, તાલુકા પંચાયત સભ્ય શ્રી અશોકભાઈ દેસાઈ, આજુબાજુ ગામના સરપંચ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.