હળવદ : VHP, બજરંગદળ, RSS અને હળવદ યુવા ગૃપ દ્વારા સ્થળાંતરિત આશ્રિતોની કરી રહ્યા છે સેવા

રાજ્યમાં મંડરાતા બિપરજોય વાવાઝોડાના સંકટ સામે  મોરબી જિલ્લાનાં હળવદમાં આશ્રિતોને આશ્રયસ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે  આશ્રય મેળવેલા આશ્રિતોને ભોજનની વ્યવસ્થા વીએચપી, બજરંગદળ, આરએસએસ અને હળવદ યુવા ગૃપ તરફથી કરવામાં આવી છે.

અહીં લોકોને મનભાવતું અને પોષ્ટીક આહાર પરોસતા સેવા કર્મીઓ પોતાની આગવી ફરજ બજાવી રહ્યા છે.