બિપોરજોય વાવાઝોડાના પગલે હળવદની બજારો બપોર બાદ બંધ

ગુજરાત રાજ્યના સાતથી વધુ જિલ્લાઓ પર વાવાઝોડાનો ખતરો કચ્છ જામનગર મોરબી સહિતના અનેક જિલ્લાઓમાં વાવાઝોડાની રેડ એલર્ટ આપવામાં આવ્યું છે

ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં વેપારી મહામંડળ તેમજ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા વેપારીઓને જીવન જરૂરિયાતની દુકાનો સિવાય સ્વૈચ્છિક પોતાના વેપાર ધંધા બંધ રાખી પોતાનું તેમ જ પરિવારનું ધ્યાન રાખવા કામ વગર ઘરની બહાર ન નીકળવા નમ્ર અપીલ કરવામાં આવી હતી જેના સંદર્ભે બપોર બાદ હળવદની બજારો બંધ જોવા મળી