માળીયા : વાવાઝોડાના ખતરા વચ્ચે ખાખરેચી આરોગ્ય કેન્દ્રમાં આશ્રિત સગર્ભાની સફળતાપૂર્વક પ્રસુતિ

માતા અને બાળક બંન્નેની તબિયત તંદુરસ્ત

સંભવિત બિપોરજોય વાવાઝોડાને લગતી કરવાની થતી કામગીરીના ભાગરૂપે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઈ ખાખરેચી ગામ અને આસપાસના ગામ અને વિસ્તારામાં જે સગર્ભા બહેનોને ડિલિવરીની તારીખ નજીક હોય એવા સગર્ભા બહેનોને ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એડમિટ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત અગર વિસ્તાર તથા વાડી વિસ્તારના લોકોને આશ્રય માટે કુંભારીયા સ્કૂલ ખાતે આશ્રય માટે રાખવામાં આવ્યા છે. જેમની પણ  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચીના આરોગ્ય સ્ટાફ દ્વારા  આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે.

આ તપાસ દરમિયાન ૧ સગર્ભા બહેનને ડિલિવરીની સંભવિત તારીખ ૨૨ જૂન હતી પરંતુ તેમની આરોગ્ય તપાસ કરતા ડિલિવરી થઈ શકે તેમ હોઈ સગર્ભા બહેનને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી ખાતે દાખલ કરવામાં આવેલ હતા. ગઈકાલે તારીખ. ૧૪-૦૬-૨૦૨૩ ના રોજ રાત્રે ૧૦:૫૩ કલાકે સગર્ભા બહેનની ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. જન્મ સમયનું બાળકનું વજન ૩.૨૦૦ કિગ્રા છે અને હાલ માતા અને બાળકની તબિયત તંદુરસ્ત છે.