હળવદ ધાંગધ્રા વિધાનસભામાં લોકોએ ભાજપની સીટ આપી પણ ધારાસભ્ય ક્યારેક કથળતી નિશાળોની મુલાકાત લઇ યોગ્ય કામગીરી તો કરાવો- વિપુલ રબારી
હળવદ તાલુકાના જુના ઇસનપુર ગામની સરકારી શાળાની મુલાકાત આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ લીધી હતી. જેમાં શાળાની અંદર ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સ્કૂલનું બિલ્ડીંગ ઘણા સમયથી પાડી દેવામાં આવ્યું છે હજુ સુધી આ બિલ્ડીંગ ક્યારે બનશે તે કોઈ નક્કી નથી ત્યારે હાલમાં એક ક્લાસરૂમમાં બબ્બે ધોરણના વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે તેમજ નજીકમાં જ આવેલી આંગણવાડીની આસપાસમાં ખૂબ મોટા માત્રામાં ગંદકી જોવા મળે છે ત્યારે આ નાના બાળકો નો જીવ પણ જોખમ માં મુકાયા છે
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/12/ayush-finel-771x1024.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/12/poster-900x1024.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2025/01/KRISHNA-HOSPITAL-780x1024.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/04/july-2022-1024x591.jpg)
આ ચોમાસાની ઋતુ દરમિયાન ગંદકીથી રોગચાળો ફાટી નીકળે તો કોણ જવાબદાર તે પણ પ્રશ્ન હાલ છે ત્યારે વધુમાં આપણી સાથે વાત કરતા પ્રદેશ યુથ જોઈન્ટ સેક્રેટરી તેમજ હળવદના આપ ના શહેર પ્રમુખ વિપુલ રબારી એ જણાવ્યું હતું કે સરકાર મોટી મોટી વાતો કરે છે ભણશે ગુજરાત પરંતુ આ ભારતનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓ ને ભણવું તો છે પરંતુ તંત્ર કોઈ નવી શાળા બનાવે ત્યારે વ્યવસ્થિત ભણશે ને વધુમાં જણાવ્યું હતું કે 64 હળવદ ધાંગધ્રા વિધાનસભા ના લોકોએ મત આપી ભાજપના ધારાસભ્ય ચૂંટી લાવ્યા પરંતુ આ ધારાસભ્યએ આવા ગામડાઓની મુલાકાત લઈ તાત્કાલિક ધોરણે શાળાનું કામકાજ પણ થાય અને વિદ્યાર્થીઓને સવલત મળી રહે તેવી કામગીરી કરવી જરૂરી બની છે
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)