હળવદ : ચરાડવા પોલીસ સ્ટેશન બનાવવા રજૂઆત કરાઈ

હળવદ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર ને સમાવેશ કરી હળવદ પોલીસ સ્ટેશન દ્વારા તમામ વિસ્તારનો હળવદ પોલીસ સ્ટાફ દ્વારા સંચાલન થતું હોય ત્યારે ચરાડવા ગામની વસ્તી 70 હજાર જેટલી છે તેમજ ત્યાં આસપાસ 28 જેટલા નાના મોટા ગામો આવેલા છે ત્યારે નાગરિકોને સૂખાકારી સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે ચરાડવા પોલીસ સ્ટેશન અલગથી નવું બનાવવામાં આવે તેવી હળવદ ના પ્રદેશ યુવા ભાજપ કારોબારી સભ્ય નયન દેત્રોજા પટેલ દ્વારા મુખ્યમંત્રી ગૃહ મંત્રી ગૃહ સચિવ સહિતનાઓને પત્ર લખી માંગ કરવામાં આવી છે

જેમાં અલગ અલગ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે જેમ કે ચરાડવા નજીક 28 જેટલા ગામો આવેલા છે તેમજ જેનું આઉટપોસ્ટ છેલ્લું ગામ 35 km સુધી દૂર છે ત્યારે અલગ અલગ ગુનાહિત પ્રવૃત્તિ રોકવા માટે , ચરાડવા આઉટપોસ્ટ વિસ્તાર ની વસ્તી 70000 છે , આસપાસમાં મોટી સંખ્યામાં મજૂર આવતા હોય ત્યારે ગુનાહિત પ્રવૃત્તિ રોકવા માટે તેમજ ચરાડવા નજીક ઔદ્યોગિક વિકાસ થતો હોય તેના માટે પણ , ચરાડવા નજીક યાત્રાધામો આવેલ છે તેમજ ખાતે પોલીસ સ્ટેશન બનવાથી ક્રાઇમ રેટ માં નોંધપાત્ર ઘટાડો થઈ શકે આવા અલગ અલગ મુદ્દાઓથી હળવદ ના ભાજપ યુવા નેતા દ્વારા મુખ્યમંત્રી તેમજ ગૃહ મંત્રી ગૃહ સચિવ ને પત્ર લખી પોલીસ સ્ટેશન બનાવવા માંગ કરવામાં આવી છે