તક્ષશિલા વિદ્યાલયનું ગૌરવ બેટલ ઓફ માઈન્ડ થીમ પર GK ની ક્વિઝ માટે સ્ટેટ લેવલ માટે ચાર વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા

વિશાલ જયસ્વાલ હળવદ :ઈન્ડિયન આર્મી ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ‘ બેટલ ઓફ માઈન્ડ ‘ થીમ પર સામાન્ય જ્ઞાન ના પ્રશ્નો અંગેની ક્વિઝ સ્પર્ધા યોજાઈ ગઈ. જેમાં હળવદની તક્ષશિલા વિદ્યાલયના 4 વિદ્યાર્થીઓએ ઓનલાઇન ક્વિઝ India’s Biggest Inter School Quiz Competition માં ભાગ લીધેલ જેમાં જનરલ નોલેજની ક્વિઝ અંગ્રેજી મિડિયમમાં સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાનાં પ્રથમ રાઉન્ડમાં તક્ષશિલા સંકુલના આ વિદ્યાર્થીઓએ ૩૦૦ માથી ૨૦૦ માર્ક્સ મેળવી નેક્સ્ટ રાઉન્ડ માટે કવોલીફાઈ થયા હતા.

શાળાના પટેલ શ્રેય , કૈલા પીનાક , જગોદણા ધ્રુવી અને આલ આકાંક્ષાએ રિઝનિંગ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ અને ભૂગોળના પ્રશ્નોના GPSC કક્ષાના પ્રશ્નોના ઉત્તરો આપી ક્વોલિફાઈંગ રાઉન્ડ પાર કર્યો હતો. પ્રથમ રાઉન્ડમાં કવોલીફાઈ થવા માટે શાળાના અલ્પેશ ઉડેચા અને જગોદણા ભરતભાઈએ તૈયારી કરાવી હતી. તક્ષશિલા સંકુલના એમડી ડૉ. મહેશભાઈ ગરધરિયાએ આગળના રાઉન્ડ પાર કરી ગુજરાતનું નેતૃત્વ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.