હળવદ : શાળા નંબર-4 ખાતે PGVCLના સહયોગથી ઉર્જા સંરક્ષણ અને વીજ સલામતી દિવસની ઉજવણી કરાઈ

હળવદ 14 ડિસેમ્બર ના રોજ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ હોય અને હાલમાં ઉર્જા સંરક્ષણ અને વીજ સલામતી અંતર્ગત પખવાડિયાની ઉજવણી ચાલતી હોય શાળા નંબર-4 હળવદ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.

જેમાં ઉર્જા બચાવો તથા વીજ સલામતી વિષય અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં ધો.6 થી 8 ના કુલ 100 થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં PGVCL હળવદની કચેરી માંથી કાર્યપાલક ઇજનેર બરંડા તથા નાયબ કાર્યપાલક ઇજનેરી ચૌધરી ,હડિયલ, પટેલ, શાળાના આચાર્ય રાજેશભાઈ તથા સ્ટાફ હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત સુંદર પ્રાર્થનાથી થઈ હતી ત્યારે બાદ ઉર્જા બચાઓ વિષય ઉપર બરંડા સાહેબે સુંદર વક્તવ્ય આપી ઉર્જા બચાવવા અને વીજ સલામતી માટેના વિચારો રજૂ કર્યા હતા તથા સ્પર્ધાના અંતે ચિત્ર સ્પર્ધામાં સાયના ભીલ પ્રથમ,દેવાંશી નાકરાણી દ્વિતીય,તૃતીય દિયા ઝાલરીયા તથા નિબંદ લેખનમાં ઉમા તારબુંદિયા પ્રથમ,ધ્રુવી મકવાણા બીજો,જાનવી કણઝરિયા તૃતીય નંબર મેળવનાર તમામ વિજેતાઓને PGVCL કચેરી હળવદ દ્વારા ઇનામ તથા પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.