હળવદના ચાડધ્રા ગામે સ્વ.માધુભા ગઢવીની પુણ્યસ્મૃતિમાં સંતવાણીનું આયોજન

(અહેવાલ: જયેશ બોખાણી) : હળવદ તાલુકાના ચાડધ્રા ગામના ગઢવી સમાજના અગ્રણી માધુભા ડુંગરસંગ ગઢવીનું તા.14 ડિસેમ્બરના રોજ દુઃખદ અવસાન થયું હતું. તેઓ સતત 25 વર્ષ સુધી ચાડધ્રા ગામના સરપંચ તરીકે સેવા આપી અને લોક ઉપયોગી કામો કર્યા હતા. હંમેશા લોકોને ઉપયોગી થવાની ભાવના સાથે જીવનના છેલ્લા શ્વાસ સુધી માધુભા લોક ઉપયોગી કામો કરતા રહ્યા હતા. ગત તા.6 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી ચાડધ્રા ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું તેમના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતુ.

પૂજ્ય જીજ્ઞેશ દાદાના મુખે ભાગવત કથાનું રસપાન કર્યા બાદ તા.14 ડિસેમ્બરના તેઓ સ્વર્ગવાસ પામ્યા હતા. સ્વ. માધુભા ગઢવીની પુણ્ય સ્મૃતિમાં હળવદના ચાડધ્રા ગામે સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 21 ડિસેમ્બરને ગુરુવારના રોજ યોજાનાર આ સંતવાણીમાં પ્રદીપભાઈ ગઢવી, રાજુભાઈ ગઢવી, પ્રવીણભાઈ ગઢવી, ગોપાલ સાધુ (આરાધ્ય ભજનિક), અનુભા બાવડી, વિપુલ મહારાજ, હિતેશગીરી અને હકાભા ગઢવી સહિતના કલાકારો સુર રેલાવીને સ્વ.માધુભા ગઢવીને શ્રદ્ધાંજલિ અર્પણ