સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સુખપર નજીક દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડયો 26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

વિશાલ જયસ્વાલ હળવદ : સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા હળવદ ધાંગધ્રા હાઈવે પર આવેલ સુખપર નજીક રામદેવ હોટલના પાર્કિંગમાં ટ્રકના ચોર ખાનામાં વિદેશી દારૂની બોટલો ભરેલ ટ્રક ની પાક્કી બાતમી હોય જે સંદર્ભે સ્ટેટ મોનેટરિંગ સેલ દ્વારા આ ટ્રકની પૂછપરછ કરતા તેમાંથી વિદેશી ઇંગ્લિશ દારૂની બોટલો નંગ 7440 રકમ 1104000 તેમજ મોબાઈલ કિંમત ૫૫૦૦ રોકડ રકમ 780 તેમજ ટ્રક ની કિંમત 15 લાખ કુલ મળી 26,10,280 નો મુદ્દા માલ સ્ટ્રેટ મોનેટરિંગ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.

ત્યારબાદ હળવદ પોલીસ મથકને મુદ્દા માલ તેમજ આરોપી સોંપવામાં આવ્યો હતો આરોપી અનિલ મંગુભાઈ મેડા રહેવાસી પીટોલ તાલુકો જામવા મધ્ય પ્રદેશ વાળા ને પકડી હળવદ પોલીસને સોંપવામાં આવ્યો તેમજ અન્ય ત્રણ આરોપી મહેશ નીનામા રહેવાસી સાજેલી (દારૂ મોકલનાર ), કૈલાશ રતનભાઇ ખરાડી રહેવાસી પીટોલ (દારૂ મોકલનાર ) તેમજ દારૂનો જથ્થો મંગાવનાર અન્ય એક આરોપી સહિતનાઓ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી સ્ટેટ મોનેટરિંગ સેલના પીએસઆઇ એમ એચ સીનોલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી