દરેક મતદાર અવશ્ય મતદાન કરે અને પોતાની આળસ ખંખેરી લોકશાહીના આ પર્વમાં સહભાગી બને તે માટે મોરબી જિલ્લામાં નારણકાના કાના શતાયુ મતદાર મોંઘીબેન લખમણભાઇ બોખાણી પ્રેરણા રૂપ બન્યા છે. જ્યાં ઘણીવાર યુવાનો આળસના કારણે મતદાન કરવાનો ચૂકી જતા હોય છે ત્યાં મોરબીમાં અનેક વરિષ્ઠ મતદારો મતદાન કરી અન્યને મતદાન કરવા પ્રેરણા આપી છે.
ત્યારે નારણકા ના સો વર્ષ વટાવી ચૂકેલા મોંઘીબેન બોખાણીયા મતદાન મથક પર આવીને પોતાનો કિંમતી મત આપ્યો હતો. મતદાન મથક પરના સ્ટાફે સંવેદના દાખવી તેમની મદદ કરી હતી.