મોરબી ખાતે પાંચ દીકરીઓને વિદ્યાર્થી રત્ન તેમજ લુહાર જ્ઞાતિ ગૌરવ એવોર્ડ એનાયત કરાયા

તારીખ : 21/07/2024 રવિવારના રોજ મોરબીની શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી ખાતે સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી “લુહાર યુવા સમન્વય – સિંહસ્થ સેના” તથા સિંહસ્થ લુહાર નારી શક્તિ દળ દ્વારા લુહાર સમાજના કૉલેજ અને માસ્ટર ડિગ્રી માં અવ્વલ આવેલી મોરબી જિલ્લાની પાંચ દીકરીઓ ને લુહાર સમાજ વિદ્યાર્થી રત્ન તેમજ લુહાર સમાજ જ્ઞાતિ ગૌરવ એવોર્ડ એનાયત કરાયો હતો

જેમાં મોરબીનાં લુહાર વાસુદેવભાઈ રમણીકભાઈ રાઠોડની બંને દીકરીઓ CA સેમ 4 તેમજ સેમ 3 માં અવ્વલ આવી હતી જેમાં કું ધારિણી રાઠોડ CA સેમ 4 માં ઉતીર્ણ થઈ CA ની પદવી મેળવી ચૂકી છે તેમને લુહાર સમાજ જ્ઞાતિ ગૌરવ એવોર્ડ એનાયત કરાયો હતો, જ્યારે તેમની નાની બહેન કું વિધિ રાઠોડ CA સેમ 3 માં મોરબી જિલ્લામાં સેકન્ડ ગ્રેડ સાથે ઉતીર્ણ થઈ હતી જેમને લુહાર સમાજ વિદ્યાર્થી રત્ન એવોર્ડ એનાયત કરાયો હતો

જ્યારે મેડીકલ સાયન્સમાં જિલ્લામાં ફસ્ટ રેન્ક લાવનાર કું શિતલ દિપકભાઈ (પિન્ટુભાઈ) પિત્રોડાને લુહાર સમાજ વિદ્યાર્થી રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તેમના પિતા દિપકભાઈ પિત્રોડા તે ફૂડ પ્રોસેસીંગ મશીનરી માટે પ્રખ્યાત ઇન્ડસ્ટ્રીઝ જે.કે. મશિન ટુલ્સનાં માલિક તેમજ અશ્વિનભાઈ પિત્રોડાનાં પુત્ર છે..

જ્યારે મોરબી જિલ્લાની બીજી બંને દીકરીઓ જેમાં કું જાનવી વિનોદભાઈ પિત્રોડા જે MBA સેમ 4 ઉતીર્ણ થઈ છે તેમને લુહાર સમાજ જ્ઞાતિ ગૌરવ એવોર્ડ તેમજ કું પ્રિયા રામજીભાઈ કવૈયા જે LLM સેમ 4 ઉતીર્ણ થઈ એડવોકેટ ની પદવી પ્રાપ્ત કરેલ છે તેમને લુહાર જ્ઞાતિ ગૌરવશાલી પ્રતિભા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.