ટંકારા : મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા પોષણ પખવાડિયાની ઉજવણી

તા.21 માર્ચ થી 4 એપ્રીલ  સુધી કરાશે જે અંતર્ગત જળ સંરક્ષણ,વોટર હાર્વેસ્ટિંગ અને વરસાદી પાણીના સંગ્રહ અને સદુપયોગ થીમ પર આંગણવાડી કેન્દ્રો પર ઉજવણી કરવામાં આવી હતી.

ટંકારા આઈ.સી.ડી. એસ.વિભાગ દ્વારા થીમ મુજબ અલગ-અલગ વિભાગ સાથે સંકલન સાથે ગ્રામસભામાં તેમજ  આંગણવાડી દ્વારા પોષણ પખવાડિયાની ઉજવણી  પર ગ્રામજનોમાં જાગૃતિ લાવવામાં આવી હતી. આરોગ્ય વિભાગ પાણી પુરવઠા વિભાગ પંચાયત વિભાગના સદસ્ય કર્મચારીઓ આંગણવાડીના વર્કર હેલ્પર સેવિકાઓ વિગેરે ઉપસ્થિત રહેલ.