મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે ભાજપના ૪૭મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી

મુખ્ય વક્તા બાબુભાઈ જેબલિયાએ ભાજપની ૪૭ વર્ષની ગૌરવયાત્રાને યાદ કરી કાર્યકરોને સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં વિજયી બનવા હાકલ કરી

ભાજપના દરેક કાર્યકર્તા માટે “વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ” એ માત્ર સૂત્ર નહિ પણ કાર્યશક્તિનો આધાર છે
– બાબુભાઈ જેબલીયા

ભાજપ વંશવાદ પર ચાલતો પક્ષ નહિ, પરંતુ જ્યાં એક સામાન્ય કાર્યકર્તા પણ દેશનો વડાપ્રધાન બની શકે તેવી સાચી લોકશાહીનો પક્ષ છે
-જયંતિભાઇ રાજકોટિયા

-ભાજપા માત્ર એક રાજકીય પક્ષ નથી, પરંતુ ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના સાથે જનસેવા કરવાનું માધ્યમ છે
– ગજેન્દ્ર સક્સેના

ભારતીય જનતા પાર્ટીના ૪૭મા સ્થાપના દિવસ નિમિત્તે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે એક વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી શ્રી બાબુભાઈ જેબલિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં ભારતીય જનતા પાર્ટીની ૪૭ વર્ષની સંઘર્ષમય અને ગૌરવશાળી યાત્રાને યાદ કરી હતી. આગામી સમયમાં આવી રહેલી સ્થાનીક સ્વરાજની ચૂંટણીઓ સંદર્ભે તેમણે કાર્યકરોને અત્યારથી જ સજ્જ થઈ, ભાજપના વિજય રથને નવી ઊંચાઈએ લઈ જવા માટે હાકલ કરી હતી.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઇ સક્સેના, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઇ મેરજા, મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ શ્રીમતી હંસાબેન પારેઘી, પૂર્વ પ્રમુખ રઘુભાઈ ગડારા, પ્રદીપ વાળા, તેમજ જિલ્લા ભાજપના મહામંત્રીઓ નિર્મલભાઇ જારીયા, તપનભાઇ દવે અને ચતુરભાઇ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.

સ્થાપના દિવસની આ ઉજવણીમાં મોરબી જિલ્લાના તમામ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, વિવિધ મંડળના પ્રમુખ-મહામંત્રીઓ તથા તાલુકા, જિલ્લા અને મહાનગરના હોદ્દેદારો તેમજ કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ કાર્યકરોએ પક્ષની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો.


Leave a Comment