મોરબીના જાણીતા પત્રકાર ડેનિશ દવેને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પત્રકારત્વની પદવી પ્રાપ્ત કરી પત્રકારત્વ ક્ષેત્રે સફળ કારકિર્દી બનાવનાર શ્રી ડેનિશ દવે વર્ષોથી નિષ્પક્ષ, નિર્ભય અને જનહિતના પ્રશ્નોને વાચા આપતા રહ્યા છે. વિવિધ અગ્રણી મીડિયા સંસ્થાઓમાં સેવા આપ્યા બાદ હાલમાં તેઓ “ખાસ-ખબર” સાંધ્ય દૈનિક સાથે જોડાઈ સમાજના પ્રશ્નોને ઉજાગર કરી રહ્યા છે.

તેમનો મિલનસાર સ્વભાવ, સમાજ પ્રત્યેની લાગણી અને લોકહિત માટેની નિષ્ઠા તેમને લોકો વચ્ચે વિશિષ્ટ ઓળખ અપાવે છે. તેમના જન્મદિવસના આ શુભ અવસરે રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો, સરકારી અધિકારીઓ, મીડિયા જગતના મિત્રો તથા શુભેચ્છકો દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. પરમાત્મા તેમને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ-સમૃદ્ધિ અને પત્રકારત્વ ક્ષેત્રે સતત પ્રગતિ પ્રદાન કરે તેવી હાર્દિક પ્રાર્થના


Leave a Comment