ચૂંટણી : લોક સેવા રાજકારણ થકી જ થઈ શકે ??

ચૂંટણી આવતાની સાથે જ લોક સેવકો કીડી મંકોડાની જેમ જોવા મળે છે પણ ખરેખર આ લોકોને પ્રજાની સેવા જ કરવી છે કે પછી પોતાના આંતરિક સ્વાર્થ માટે પ્રજાને મૂર્ખ સમજે છે સામાન્ય રીતે નેતાઓ ચૂંટણી સમયે ઘરે ઘરે મત માંગવા જતા હોય છે જે વ્યક્તિને ક્યારે મળિયા પણ ના હોય તેને પરાણે ભેટ તા હોય છે જયારે એ જ નેતા સતા મેળવી લેછે ત્યારે તે વ્યક્તિ જે સમયે અજાણ્યા વ્યક્તિને ગળે મળ્યો હોય છે તે વ્યક્તિ સામે આવે તો પણ તે ને બોલવતાના નથી વાસ્તવિકતા જોવા જઈ એ તો રાજકારણ ને લોકો ને વ્યવસાય કરી દીધો છે સામાન્ય લોકોના અનેક પ્રશ્નો હોય છે જે માત્ર ને માત્ર પ્રશ્ન જ રહી જાય છે જયારે મોટા માણસ ના પ્રશ્નો અત્યંત સરળતાથી ચપટી વગાડતા દૂર થઈ જાય ત્યારે એજ પ્રશ્ન જો ગરીબ વ્યક્તિ નો હોય તો તે પ્રશ્નનું સમાધાન થયા ઘણો સમાય નીકળી જાય છે

“પપેટ બનીને આવેલ ઉમેદવારોથી સાવધાન” !!
પ્રજાએ એવા પ્રતિનિધિને પોતાનું પ્રતિનિધિત્વ આપવું જોઈએ કે જે તેમના દરેક નાનામાં નાના પ્રશ્ને સમજી શકે અત્યારે હાલ મોટા ભાગના ઉમેદવારો પપેટ છે એટલે કે તે લાયક નથી પણ તેમ છતાં અન્યના કહેવાથી તેમને ઉમેદવારી મળી ગઈ છે તે માત્ર મહોરો છે હાલ જે ઉમેદવારોમાં છે તેમાં મોટા ભાગના ઉમેદવારો કોઈ રીતે રાજનીતિમાં ચાલે તેમ નથી છતાં તેઓ પોતાના વ્યતિગત પ્રશ્નો સમજી નથી શકતા તેઓ ગરીબ અને વંચિત લોકોના પ્રશ્નો સમજી શકશે ખરા વાસ્તિવકતા જાણવી અને પોતાનો પ્રતિનિધિ ચૂંટવો જે વ્યક્તિઓ માત્ર પપેટ છે તેમની પાસેથી તમે કોઈ સારા કાર્યની આશા ના રાખી શકો જેના જીવનમાં રાજકારણ “ક” નથી ખબર તે ઉમેદવારો છે જે ક્યારે પ્રજા વચ્ચે નથી ગયા તેઓ શું પ્રજાના પ્રશ્નો ને સમજી શકશે ?
પ્રજાના સેવક જમીનથી જોડાયેલ હોવા જોઈએ !!
પ્રજાની સેવા કરવાં માટે જમીન સાથે જોડાયાએ હોવું જરૂરી છે હાલ અત્યારે અનેક ઉમેદવારો એવા છે કે ક્યારે પ્રજા વચ્ચે નથી ગયા તો શું ? ગરબી અને વંચિત લોકોના પ્રાણ પ્રશ્નો સમજી શકશે ખરા ?જેઓને લોકોની પ્રાથમિક જરૂરિયાત નથી ખબર તે લોક સેવક બન્યા બાદ લોકોને ક્યાં કામ કરી દેશે ? જેઓ પોતાની મોંઘીદાટ લાઈફ સ્ટાઇલ માં વ્યસ્ત છે તે લોકો પ્રજા માટે શું કરશે ? જેને જીવનમાં કોઈ દિવસ તડકો નથી સહન કર્યો તે નેતાઓ પ્રજા માટે શું કરશે ? પોતાના વ્યસ્ત જીવન માંથી તે પ્રજા માટે સમય કાઢી શકશે ખરા ?? અનેક સવાલો સાથે પોતાના જાણ પ્રતિનિધિને ચૂંટવો એ જરુરુ છે પછી એવું થશે કે અત્યારે મત લઈ જશે અને સમયે આવ્યે પ્રજા ના પ્રશ્નો ભૂલીને પોતાના સ્ટેટ્સ સિમ્બોલ માટે નેતા ગિરી કરવા આવેલ નેતા પોતાની મોંઘીદાટ લાઈફ સ્ટાઇલ માં વ્યસ્ત થઈ જશે





