મોરબીના લકો સતત કંઈક ને કંઈક સત્કાર્યો કરીને માનવજીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે. મોરબીમાં કથા હોય, કોઈનો જન્મ દિવસ હોય, કોઈ વ્યક્તિની પુણ્યતિથિ હોય ત્યારે રક્તદાન કેમ્પનું આયોજન થતું હોય છે ત્યારે સ્વ.સંગીતાબેન દિવ્યકાંત ભાટિયાનું દુઃખદ અવસાન થતાં એમના આત્માની શાંતિ અને કલ્યાણાર્થે તૃતીય પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન સંસ્કાર ઇમેજિંગ હોલ સંસ્કાર બ્લડ બેંક,મોરબી ખાતે તા.23.05.2026 ને શનિવારે સાજે 4.00 થી 8.00 વાગ્યા સુધી કરવામાં આવેલ છે,
આ રક્તદાન કેમ્પમાં રક્તદાન એ મહાદાનની ઉક્તિને સાર્થક કરવા સગા, વ્હાલા,સંબંધીઓને ખુબજ મોટી સંખ્યામાં રક્તદાન કરી પુણ્યકાર્યમાં સહભાગી બનવસ માટે કુંડારિયા અને ભાટીયા પરિવાર અને વોર્ડ નંબર :- 9 ના કોર્પોરેટર નવનીતભાઈ કુંડારિયાએ આહવાન કરેલ છે.






