વાંકાનેરમાં શ્રી વેલનાથ ગ્રુપ ધમલપર દ્વારા ગેલ માતાજીના સાન્નિધ્યમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

વાંકાનેરમાં શ્રી વેલનાથ ગ્રુપ ધમલપર દ્વારા ગેલ માતાજીના સાન્નિધ્યમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું

વાંકાનેર : દેશના વડાપ્રધાન રાજ્યના પનોતાપુત્ત નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન પદના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે જેને અનુસંધાને સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વાંકાનેર તાલુકાના નવા ધમલપર ગામ ખાતે શ્રી વેલનાથ ગ્રુપ ધમલપર દ્વારા શ્રી ગેલ માતાજીના સાન્નિધ્યમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રદેશ ભાજપના અગ્રણી શૈલેષભાઈ ઠક્કરના સૌજન્યથી વૃક્ષારોપણ કરાયું હતું.

હાલના સમયમાં વૃક્ષોનું વાવેતર જરૂરી નહીં આવશ્યક બની ગયું છે. દર વર્ષે તાપમાનનો પારો સતત વધી રહ્યો છે જેના કારણે પ્રજાજનોને તેમજ અબોલ પ્રાણીઓના જીવનું જોખમ વધી રહ્યું છે ત્યારે ભાજપ અગ્રણી શૈલેષભાઈ ઠક્કર દ્વારા વાંકાનેર તાલુકામાં વર્ષ દરમ્યાન વિવિધ સ્થળોએ વૃક્ષોનું મોટા પાયે વાવેતર કરી ખરા અર્થમાં માનવજીવન તેમજ પશુ પંખીઓના જીવન માટે અનેરી સેવાયગ્ન કરી સમાજને પ્રેરણા પૂરી પાડે છે.

વૃક્ષારોપણ પ્રસંગે કોળી સમાજના વરિષ્ઠ અગ્રણી પરસોત્તમભાઈ બાવરવા ભુવા, ચતુરભાઈ મકવાણા, હરૂભા ઝાલા, રતીલાલ અણીયારીયા, બાબુભાઈ ઉઘરેજા, ક્રીપાલસિહ ઝાલા, ઈન્દુભા ઝાલા તા.પં સદસ્ય, રમેશભાઈ સારલા તા પં સદસ્ય, પ્રવિણભાઈ પંડ્યા, મુન્નાભાઈ હેરમા, હરેશભાઈ માણસુરીયા આયોજક વેલનાથ ગૃપના સંજયભાઈ ચાવડા, રાકેશભાઈ બાવળીયા તેમજ ગઢીયા હનુમાન મિત્ર મંડળ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Leave a Comment