મોરબી શહેરના વોર્ડ નંબર- ૨ ના રોહીદાસ પરામાં આવેલ ચૌહાણ પરિવારના કુળદેવી મહાકાળી માતાજીના મંદિરે ગઈકાલના તા.૨૬/૦૨/૨૬ ના રોજ સાંજે ૭: ૦૦ કલાકે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબનુ સ્વાસ્થ જલ્દીથી સારું થઈ જાય તે માટે મહા આરતી નું આયોજન કરવામાં આવેલ આ મહા આરતી માં કાંતિભાઈ અમૃતિયા સાહેબના પરિવારજનો તેમજ તેમની સાથે ખંભે થી ખંભો મિલાવીને હર હંમેશ સાથે રહેનાર સાથી મિત્રો તેમજ ચૌહાણ પરિવારના પરિવારજનો બહોળી
સંખ્યામાં હાજર રહેલ અને કાંતિભાઈ અમૃતિયા સાહેબની તબિયત ઝડપથી સારી થઈ જાય અને એકદમ સ્વસ્થ થઈ મોરબી પરત આવે એના માટે પ્રાર્થના કરવામાં આવેલ.






