મોરબીના નિવૃત્ત શિક્ષકે 75 માં જન્મદિનની ઉજવણી પ્રસંગે સેવાકીય સંસ્થાઓને આપ્યું દાન
મોરબીના લોકો કંઈક ને કંઈક નિતનવું કરતા રહે છે,એ નિમિત્તે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે સેવાકીય પ્રવૃત્તિઓમાં જરૂરી આર્થિક યોગદાન આપીને પુણ્યનું ભાથ્થુ પ્રાપ્ત કરતાં રહેતા હોય છે,એ અન્વયે મૂળ રાજપર ગામના અને હાલ મોરબી નિવાસી નિવૃત્ત શિક્ષક કે જેઓ છેલ્લે કે.નિ.વહીવટ તરીકે નિવૃત થયેલા મનજીભાઈ કરશનભાઈ કોરવાડિયાએ પોતાના 75 માં જન્મદિન અને નોકરીના નિવૃત્તિ દિને “અમૃત મહોત્સવ” ની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરી હતી જેમાં ખુબજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત સગા,વ્હાલા,સ્નેહી મિત્રોની ઉપસ્થિતમાં 75 વર્ષની સંઘર્ષ,સંતોષ,શાંતિ સફળ સુહાની સફરના સાથીઓએ મનજીભાઈ કોરડીયાને શુભેચ્છાઓ પાઠવી હતી, આ પ્રસંગે એમને પોતાની પુત્રવધુ પુત્રી,પૌત્ર,પૌત્રી,ભાણેજ અને ભાઈની દિકરીને સોનાની ગિફ્ટ અર્પણ કરી હતી તેમજ સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ, યદુનંદન ગૌશાળા સનાતન ધૂન મંડળ, રાજપર તાલુકા શાળા,પાટીદાર કેરિયર એકેડમી વગેરે સંસ્થાઓમાં આર્થિક યોગદાન આપી સૌને ભાવતા ભોજન જમાડી પ્રેરણાદાયી અને સરાહનીય કાર્ય દ્વારા મનજીભાઈએ “અમૃત મહોત્સવ” ઉજવણી કરી હતી, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એમના પુત્ર કમલેશભાઈ કોરડીયા,પૌત્ર હિમાંશુ કોરડીયા પુત્રવધુ, પુત્રી,પૌત્રી વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી, સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મોરબીના જાણીતા એન્કર દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.






