મોરબી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી ગ્રામ્ય સેવા વિભાગ દ્વારા દિનાંક:- ૧૯ એપ્રિલ ૨૦૨૬ ને રવિવાર નાં રોજ સવારે ૯ વાગ્યા થી બપોરે ૧૨ વાગ્યા સુધી ભારત રત્ન ડૉ. બાબા સાહેબ ભીમરાવ રામજી આંબેડકર જી ની જન્મજયંતિ નિમિત્તે શીતળા માઁ વિસ્તાર, આંગણવાડી,મહેન્દ્રનગર સેવા વસ્તીમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં શીતળા માઁ વિસ્તારનાં સ્થાનિક લોકોએ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને નિઃશુલ્ક જરૂરી દવા વિતરણનો લાભ લીધો હતો તથાં આ કાર્યક્રમમાં મહેન્દ્રનગર વિસ્તારનાં સ્થાનિક કાર્યકર્તાઓ, આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજ, સત્યમ હોસ્પિટલ અને લેપ્રોકેર હોસ્પિટલનાં ડોક્ટર સાહેબો તથાં તેમની મેડિકલ ટીમ અને વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા, મોરબી પ્રખંડ અને મોરબી ગ્રામ્યનાં જવાબદાર કાર્યકર્તાઓ દ્વારા સફળતાપૂર્ણ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ આયોજન કરવામાં આવ્યુ હતુ.


Leave a Comment