માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા સમગ્ર દેશમાં તા.૨૮/૨/૨૦૨૬ થી સર્વાઇકલ કેન્સર વિરોધી HPV વેક્સિનેશન નો શુભારંભ કરવામાં આવ્યો છે જે અન્વયે મોરબી મહાનગરપાલિકા હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તા.૨/૩/૨૦૨૬ થી HPV વેક્સિન વિનામુલ્યે ઉપલબ્ધ કરવામાં આવશે. આ વેક્સિન હાલમાં ૧૪ વર્ષ પુર્ણ કરેલ હોય અને ૧૫ મુ વર્ષ ચાલુ હોય એવી કિશોરીઓને જ આપવામાં આવશે. વેક્સિન મેળવવા માટે કિશોરીએ પોતાનું જન્મ તારીખ દર્શાવતું ઓળખપત્ર તથા માતાપિતા અથવા વાલીનું સંમતિપત્રક સાથે લાવવાનું રહેશે. HPV વેક્સિન નીચે મુજબના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સવારે ૯ થી ૨ દરમિયાન મળી રહેશે. ગર્ભાશયના મુખના કેન્સરથી બચવા માટે ઉપરોક્ત વેક્સિન દરેક એલીજીબલ કિશોરીઓને મુકાવવા અપીલ કરવામાં આવે છે તથા વધુ માહિતી માટે નજીકના આરોગ્ય કેન્દ્ર નો સંપર્ક કરવાનો રહેશે.
ક્રમ પ્રા. આ. કે. નું નામ સરનામું
૧ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – ગોકુલનગર ગોકુલનગર શનાળા બાયપાસ પાસે
૨ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – વીસીપરા ફૂલછાબ કોલોની, વીસીપરા
૩ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – લીલાપર રોડ પરષોતમ ચોક, રવાપર રોડ
૪ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – સો ઓરડી જીલ્લા પંચાયત સામે, સો ઓરડી
૫ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – વાવડી રોડ આશાપુરા પાર્ક, વાવડી રોડ

આરોગ્ય અધિકારી
મોરબી મહાનગરપાલિકા






