મોરબીની પી.જી. પટેલ કૉલેજમાં તા. ૨૮/૦૨/૨૦૨૬ના રોજ વિદ્યાર્થીનીઓની કલાશક્તિને પ્રોત્સાહન આપવા માટે મહેંદી, મેકઅપ અને હેરસ્ટાઇલ તેમજ નેઇલ આર્ટ જેવી વિવિધ કલાત્મક સ્પર્ધાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજ ના ટ્રસ્ટી શ્રી દેવકરણભાઈ આદ્રોજા તેમજ આચાર્ય શ્રી રવિન્દ્રભાઈ ભટ્ટ ના માર્ગદશન હેઠળ કોલેજમાં હરહંમેશ સાંસ્કૃતિક અને કલાત્મક પ્રવૃત્તિઓ થતી રહે છે. આજે પણ વિદ્યાર્થીનીઓની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કોલેજની B.com., B.B.A, B.A. તેમજ M.com જેવી વિવિધ વિદ્યાશાખાની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો . આ સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓએ પોતાની હથેળીઓમાં આકર્ષક અને ઝીણવટભરી ડિઝાઇનો બનાવીને પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. એ ઉપરાંત આધુનિક હેરસ્ટાઇલ, મેકઅપ તેમજ નેઇલ આર્ટ દ્વારા અન્ય વિધાર્થિનીઓને ખૂબ સુંદર રીતે તૈયાર કરી હતી. આ સ્પર્ધામાં ડાયમંડ બ્યૂટી પાર્લરમાંથી નિષ્ણાત તરીકે આયમન મેડમ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે ખૂબ સરસ રીતે સ્પર્ધકોના કાર્યની નોંધ લઈ વિજેતા ઘોષિત કર્યા . વિજેતાઓને ટ્રોફી , સર્ટિફિકેટ તેમજ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કોલેજના મતે આવા કાર્યક્રમો વિધાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારે છે અને વ્યવસાયિક કૌશલ્યોમાં વિકાસ કરે છે.






