પોઝિટિવ મોરબીના ચીફ એડિટર ચિરાગ ભોરણીયાના લગ્નજીવનની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી

મોરબી : પોઝિટિવ મોરબી ન્યુઝના ચીફ એડિટર ચિરાગ ભોરણીયા અને રીટાના લગ્ન તા. 03/02/2026ના રોજ મંગળવારના દિવસે ધામધૂમપૂર્વક સંપન્ન થયા હતા. આ શુભ પ્રસંગે સામાજિક તથા રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. લગ્ન પ્રસંગને વધુ ગૌરવ પ્રાપ્ત થયું છે કારણ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ નવદંપતીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિરાગભાઈના પિતા લક્ષ્મીકાંત ભોરણીયાને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, “સ્નેહી હંસાબેન તથા લક્ષ્મીકાંતજી, ચિ. ચિરાગ સહ ચિ. રીટાના લગ્ન પ્રસંગે ખૂબ ખૂબ શુભકામનાઓ. પરિવારના આ આનંદમય પ્રસંગે સામેલ કરવા બદલ આભાર.” આ શુભ અવસર નવદંપતીના જીવનમાં આનંદ અને ઉલ્લાસનું નિમિત્ત બને, તેમનું દામ્પત્ય જીવન સુખમય અને સફળ રહે. બંને પરસ્પર સાથ નિભાવતા આગળ વધે, હળીમળીને જવાબદારીઓનું વહન કરે, સુખ-દુઃખના સાથી બની સફળતાના સહભાગી બને અને આનંદ-પ્રમોદ સાથે ગૃહસ્થ જીવન વિતાવે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.


Leave a Comment