
મોરબી મહાનગર પાલિકા દ્વારા શહેરના વિવિધ માર્ગો પર સ્ટ્રીટ લાઇટ પોલ સ્થાપવાના કાર્યો તબક્કાવાર હાથ ધરવામાં આવી રહ્યા છે.
પીપળી રોડ પર સ્ટ્રીટ લાઇટ પોલ સ્થાપનાનું કામ પ્રગતિ હેઠળ છે, જેમાં આશરે 146 પોલ સ્થાપિત કરવામાં આવશે.
શણાળા–ઘૂનડા રોડ પર 130 સ્ટ્રીટ લાઇટ પોલ સ્થાપનાનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે, જેના કારણે આ વિસ્તારમાં પ્રકાશ વ્યવસ્થા વધુ સુદ્રઢ બની છે.
આ ઉપરાંત રાજપર રોડ પર વિકાસ કાર્ય ભવિષ્યમાં હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ કાલીંદ્રી નદીથી ઘૂંટુ રોડ પર પણ કામ ભવિષ્યમાં શરૂ કરવામાં આવશે.






