ભાજપ યુવા મોરચાના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે મોરબી જીલ્લાના સુખદેવભાઈ દેલવાણીયાની નિમણુંક

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના યુવા મોરચા ની સંગઠનાત્મક નિમણુંકો કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લામાંથી પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે સુખદેવભાઈ રમેશભાઈ દેલવાણીયા ની નિમણુંક કરવામાં આવી હતી.

તેઓ હાલમાં મોરબી મા વકિલાતનો વ્યવસાય કરી રહ્યા છે. તેઓ વર્તમાન મા પ્રભારી કચ્છ જીલ્લા ભારતીય જનતા યુવા મોરચા જવાબદારી તરીકે જવાબદારી વહન કરી રહ્યા છે. તેઓ પુર્વમાં ABVP અખિલ ભારતીય વિધાર્થી પરિષદ મા ૨૦૦૮ થી ૨૦૧૫ સુધી મા અલગ અલગ જવાબદારીઓ વહન કરેલ ABVP મોરબી શહેર સહમંત્રી, ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય , ગુજરાત પ્રદેશ સહમંત્રી, રાષ્ટ્રીય કારોબારી સદસ્ય ABVP , જુનાગઢ સંગઠન મંત્રી, જુનાગઢ જીલ્લા સંગઠન મંત્રી ,રાજકોટ મહાનગર સંગઠન મંત્રી તરીકે જવાબદારી૨ વર્ષ જુનાગઢ જીલ્લા ABVP પૂર્ણ કાલિન કાર્યકર્તા તરીકે કાર્ય ૧ વર્ષ રાજકોટ મહાનગર ABVP પૂર્ણ કાલિન કાર્યકર્તા તરીકે કાર્ય કરેલ છે.અને કેશવ ક્રેડિટ સોસાયટી મોરબી બ્રાન્ચ – ડિરેક્ટર ૨૦૨૧ થી ૨૦૨૩ પ્રભારી ગીર સોમનાથ જીલ્લા ભારતીય જનતા યુવા મોરચા જેવી અનેકજવાબદારીઓ વહન કરેલ છે.તેઓનો અભ્યાસ
બી.કોમ,એમ.એસ.ડબલ્યુ,એલ.એલ.બી સુધીનો છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આજે યુવા મોરચાના પ્રદેશ પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી હતી. યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. હેમાંગ જોષી દ્વારા કુલ ૨૧ પદાધિકારીઓની નિમણૂક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મોરબી જિલ્લાના સુખદેવ રમેશભાઈ દેલવાણીયાને પ્રદેશ ઉપાધ્યક્ષની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. મોરબી જિલ્લાને પ્રદેશ સંગઠનમાં સ્થાન મળતા સ્થાનિક યુવા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તથા ABVP મોરબી પરિવાર પણ શુભકામનાઓ પાઠવે છે.


Leave a Comment