ભારત વિકાસ પરિષદ મોરબી તથા પરિશ્રમ ઔષધિ વન મોરબી દ્વારા ચૈત્ર સુદ -૧ વિક્રમ સંવત ૨૦૭૯ દિનાંક ૦૨/૦૪/૨૦૨૨ ને શનિવારે “વૃક્ષદેવ પરિચય કાર્યશાળા” નું આયોજન આર્ય ગ્રામ ખાતે કરવામાં આવેલ.
વિશ્વની શ્રેષ્ઠ અને પ્રાચીનતમ્ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો સમાજના પ્રબુદ્ધ નાગરિકોમાં પ્રચાર, પ્રસાર અને ઉપયોગીતા અંગેની સમજ જાગૃત થાય તે હેતુથી આ કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યશાળામાં વૃક્ષોની લાક્ષણિકતા,પરિચય અને ઔષધીય ઉપયોગીતા વિશે માનનીય વૈદ કિરીટસિંહ ઝાલા તેમજ પરિશ્રમ ઔષધીય વન મોરબી ના દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા લગભગ ૯૦ જેટલી ઔષધીય વનસ્પતિનો પરિચય કરાવેલ અને વનસ્પતિ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ.આ કાર્યશાળામાં ૪૫ જેટલા ભાઈ બહેનો ઊપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ નું સંચાલન દિલીપભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ હતું. પ્રતિભાગીઓમાં આ કાર્યક્રમ બીજીવાર થાય તેવી માંગ ઉઠી છે