મીડિયા ના અહેવાલ ની અસર – કેમિકલ વેસ્ટ ના સેમ્પલ લેવાયા
વિશાલ જયસ્વાલ દ્વારા : હળવદ તાલુકાના ટીકર, કીડી જોગડ સહિત અનેક જગ્યાએ આવેલ રણમાં કેમિકલ વેસ્ટ ઠાલવવા ને લઈને સામાજીક આગેવાન ડો ચતુર ચરમારી એ કેમિકલ વેસ્ટ અટકાવવા માટે રજૂઆત કરી હતી ત્યારબાદ મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો જેના પગલે તંત્ર દોડતું થઈ ગયું મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલને બાદ ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા ગતરોજ છે સ્થળ પર જઇ બનાવતી ફેકટરીના કેમિકલ વેસ્ટના સેમ્પલ લેવામાં આવ્યા કેમિકલ વેસ્ટના સેમ્પલ તો લઈ લીધા પરંતુ હવે જોવાનું રહેશે કે દૂધનું દૂધ થશે કે પછી આમ જ ભીનું સંકેલાઈ જશે
વધુમાં સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે મીઠા ના રણમાં અનેક વન્ય જીવો વસવાટ કરતા હોય છે પરંતુ અમુક ચોક્કસ વ્યક્તિઓના કારણે આ જગ્યા પોતાની માલિકીની બનાવવા માટેની પ્રયાસો હાથ ધરાય છે જેના કારણે વન્ય જીવોનું આગામી સમયમાં જીવન પણ મુશ્કેલ બની જશે તો આ બાબતે તંત્ર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવી જોઈએ