છેલ્લા ૨૨ વર્ષથી શિક્ષણ ક્ષેત્રને સમર્પિત એલીટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક, શિક્ષણવિદ્, દીર્ધદ્રષ્ટતા અને હૈયે દરેક સમાજનું હિત, વિચારોમાં પોઝિટિવ અભિગમ એવા એસ. ડી. કલોલાનો આજે જન્મદિવસ છે જે નિમિત્તે આજે સગા સંબંધીઓ, રાજકીય આગેવાનો, સામાજીક કાર્યકરો, મિત્રવર્તુળ, શિક્ષક મિત્રો, સ્ટાફ મિત્રો, વિદ્યાર્થીઓ તથા એલીટ પરિવારે અનેરા ઉમંગ અને ઉત્સાહથી તેમને જન્મદિવસની શુભકામનાઓ આપવામાં આવી.
કલોલા ખૂબ જ નાની ઉંમરમાં ઐતિહાસિક પ્રેરણાદાયક પ્રગતિના શિખરો સર કર્યા છે અત્યારે એલીટ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં એલીટ CBSE સ્કૂલ, એલીટ પ્રાઇમરી સ્કૂલ, એલીટ ઇન્ટરનેશનલ સ્કૂલ, એલીટ B.Sc. કોલેજ, એલીટ B.B.A. કોલેજ, CAP ક્રિકેટ એકેડેમી, એલીટ સ્પોર્ટ્સ કેમ્પસ જેવી શાખાઓ કાર્યરત છે. તદ્પરાંત તેની શૈક્ષણિક સંસ્થાઓમાં વધુ એક મોરપીંછનો ઉમેરો થયો છે એટલે કે ગુજરાતની વિશાળ અને ગ્રાઉન્ડ ફ્લોર પર ચાલતી એક માત્ર પ્રી સ્કૂલ 2nd Home Pre School; જેમાં ટોડલર, નર્સરી, L.K.G. અને U.K.G નો સમાવેશ થાય છે.




પ્રખર શિક્ષણવિદ્ અને સમાજના શુભચિંતક એવા એસ. ડી. કલોલાના આજે જન્મદિવસ નિમિત્તે તેમને હૃદયપૂર્વક શુભેચ્છાઓ તથા માં સરસ્વતી તેમનું જીવન નિરોગી રાખે અને મોરબીના શિક્ષણ જગતમાં અનેરી તથા અલૌકીક ઓળખ ઊભી કરે તેવી અભિલાષા….
