હાલ દિવસેને દિવસે સાયબર ફ્રોડના કેસો વધી રહ્યા છે, ત્યારે સાયબર ફ્રોડનો કોઈ વિદ્યાર્થી ભોગ ન બને તથા સોશિયલ મીડિયાના સારા ઉપયોગ અને ખરાબ ઉપયોગ અંતર્ગત વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે હેતુથી ઉમા વિદ્યા સંકુલ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ તથા સાયબર ક્રોડથી બચવા માટેના ઉપાયો અંતર્ગત માહિતી આપવામાં આવી હતી.
આ સેમિનારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનથી ભાવેશભાઈ ચૌહાણ, ક્રિપાલસિંહ જાડેજા તથા સાયબર સેલ ઓપરેટર જીજ્ઞેશભાઈ મહેશ્વરીએ વિદ્યાર્થીઓને ખૂબ જ સરસ રીતે માહિતી આપી હતી તે બદલ શાળાના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા તેમજ સંચાલક હિતેશભાઈ સોરિયા દ્વારા આ સમગ્ર સાયબર સેલ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.




