ગુજરાત પોલીસ દ્વારા e-FIR શરૂઆત કરવામાં આવી જેમાં વેબ પોર્ટલ અને એપ્લિકેશન થકી વાહન ચોરી અને મોબાઈલ ચોરીની ફરિયાદ ગમે ત્યાંથી નોંધાવી શકાય છે અને ફરિયાદની કોપી એપ્લિકેશન પર થી જ મેળવી શકાય છે તેમજ ફરિયાદની તપાસ કેટલે પહોંચી તેની માહિતી sms મારફતે પણ મળશે અને ૪૮ કલાકમાં પોલીસ ફસરિયાદીનો સંપર્ક કરી બનાવની જગ્યાએ તપાસ કરશે તેમજ ૨૧ દિવસમાં તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ કોર્ટમાં મોકલવામાં આવશે
ઉપરોક્ત તમામ સુવિધાઓ સાથે e-FIR ની શરૂઆત ગયા મહિને કરવામાં આવી છે જેમાં નાગરિકોને ફાયદો જોવા મળ્યો છે હવે બાઈક ચોરી અને મોબાઈલ ચોરીની ફરિયાદ માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર રહી નથી
મોરબી જિલ્લા e-FIR કુલ ૨૨ કેસો નોંધાયા છે જેમાં તારીખ ૨૩.૭.૨૦૨૨ થી ૨૬.૮.૨૦૨૨ સુધીમાં માં મોરબી બી ડિવિઝન -૧, મોરબી એ ડિવિઝન -૯, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન – ૫, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન – ૫ અને વાંકનેર સિટી -૨ આમ કુલ મોરબી જિલ્લામ ૨૨ e-FIR કેસો નોંધાય છે