મોરબી માં જન્મેલ મનોદિવ્યાંગ બાળક “જય ઓરિયા” આજે 18 વર્ષ પૂર્ણ કરી પુખ્તવય નો બન્યો
મનોદિવ્યાંગ બાળકો સાથે રહી પોતે પણ મનોદિવ્યાંગ બાળકો માટે પુનરવર્સન કેદ્ર દ્રારા પેપર બેગ, મીણબત્તી, ગરબા ડેકોરેશન ,માટી ના દીવડા તૈયાર કરવા માટે નિઃશુલ્ક સેવા કેન્દ્ર ખોલશે
સ્વીકૃતતા સાથે સમયસર ની યોગ્ય તાલીમ પદ્ધતિ મનો દિવ્યાંગ બાળક ને કેરવણી માં ખુબજ ઉપયોગી છે, તેનું ઉદાહરણ મોરબી માં જન્મેલા અને મોરબી માં રહી ઉછરેલા આ દિવ્યાંગ બાળક છે.
રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા બની મોરબી નું ઞૌરવ વધારેલ ,મોડલિંગ,ફેશન વોક ,સ્પોર્ટ્સ માં રાષ્ટ્રીય સ્તરે ભાગ લઈ પ્રતિભા બતાવી છે
જય ઓરિયા (ડાઉન સિન્ડ્રોમ ) છે. આ એક જિનેટિક સ્થિતિ છે, કોઈ રોગ નથી ,વાણી ભાષા નો વિકાસ ધીમો હોવા છતાં, સ્પેશિયલ ઓલિમ્પિક માં સ્ટેટ લેવલે દોડ માં નંબર મેળવેલ ,સમરકેમ્પ માં પણ ભાગ લીધેલ છે, માતા-પિતા વગર કોરોના કાળ માં 80 દિવસ રહી અનુકૂલન ક્ષમતા વિકસાવી વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી.
દિવ્યાંગ બાળકો માં પણ દિવ્ય શક્તિઓ છુપાયેલી હોય છે.જરૂર છે માત્ર તેને સમજી તેની જરૂરિયાત મુજબ તાલીમ વ્યવસ્થા, પોષણક્ષમ વાતાવરણ પુરૂ પાડવાની