મોરબીમાં સિંધી સમાજ દ્વારા ઇષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાનના ચાલીસા સાહેબના પુર્ણાહુતી મહોત્સવની આજે ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ચાલીસા સાહેબ પુર્ણાહુતી મહોત્સવ નિમિતે સ્ટેશન રોડ પરના સિંધુ ભવન ખાતે સવારે ધ્વજા રોહણ, પુર્ણાહુતી પૂજા વિધિ, અખ્ખો, પજંડા, આરતી તેમજ પલ્લવ અને બાદમાં બપોરે ભંડારો પ્રસાદ કાર્યક્રમ યોજાયો હતો તેમજ સાંજે વાવડી રોડ પરના ગોકુલફાર્મ ખાતે ભેહરાણા સાહેબ, જ્યોત પર્વન અને ભંડારો પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા
જે મહોત્સવમાં સિંધી સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ધાર્મિક મહોત્સવનો લાભ લઈને તેમજ ભંડારા પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી મહોત્સવમાં સિંધી સમાજ આગેવાન ઉપસ્થિત રહ્યા હતા