5 સપ્ટેમ્બર એટલે ડોક્ટર સર્વોપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતી નિમિત્તે ઉમા વિદ્યા સંકુલ ખાતે પટ્ટાવાળા, શિક્ષક, ફ્લોર હેડ, ક્લાર્ક, રિશેપ્શન ટેબલ, વાઇસ પ્રિન્સિપાલ, પ્રિન્સિપાલ સુધીની પોસ્ટનું સુચારુ સંચાલન વિદ્યાર્થીઓ કરશે.
આ સાથે શાળાના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા અને સંચાલક હિતેશભાઈ સોરિયા દ્વારા વધુમાં જણાવ્યું કે શિક્ષકના કાર્યની વિદ્યાર્થીઓને સમજ કેળવે તથા શિક્ષકનો આદર વિદ્યાર્થીઓમાં વધે તે હેતુથી શાળામાં આ પ્રકારનું આયોજન કરેલ છે.
આ એક દિવસ શાળાનું તમામ સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવશે તેવી જાહેરાત શાળા દ્વારા કરવામાં આવી હતી.