માળિયા (મિં) તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અંગે યુવા ભાજપ પ્રમુખ માળિયા (મિં) હિતેશભાઈ દસાડીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈપટેલ, કૃષિમંત્રી રાધવજીભાઈ પટેલ, પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાને લેખિત રજુઆત કરી છે.
તેમણે લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે, હાલ છેલ્લા એક-દોઢ માસથી સમગ્ર ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેવી જ રીતે મોરબી જિલ્લાના માળીયા (મ.) માં પણ વધુપ્રમાણમાં વરસાદ વરસયો છે અને હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ માં છેલ્લા વરસાદમાં જ ખેડૂતોને મોટું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે, અતિભારે વરસાદ ના લીધે અમારા માળીયા (મીં.) તાલુકાને ઘણાખરા ખેડૂતોને ઉભા પાકોને નુકશાન થયું છે અને જો હવામાન વિભાગની આગાહી મુજબ જો વરસાદ થાય તો તમામ ખેડૂતોને નુકશાન વેઠવવાનો વારો આવશે હાલ તો ખેડૂતો ની હાલત વરસાદના કારણોથી કફોડી બનીજ છે જયારે જે ખડૂતો બધાનું પેટ ભરતા હોય તેઓની જ હાલત આટલી કફોડી થતી હોય તેનાથી વધુ દુઃખી થવા જેવી કોઇ બીજી વાત ના હોય જેથી મોરબી જિલ્લા ના માળીયા (મીં.) તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને વહેલા માં વહેલી તકે સર્વે ની કામગીરી કરી અને જગતનો તાત કહેવાતા ખેડૂતોને તેમના નુકશાન નું ચૂકવણું કરવામાં આવે જેથી આ દુષ્કાળની પોતાની આજીવિકા ટકાવી શકે