આ કાર્યક્રમ માંસંતો મહંતો સમાજના આગેવાનો સામાજીક ને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે
મોરબી દશનામ ગોસ્વામી સમાજ મંડળ ના પ્રમુખ ગુલાબગીરી ઘેલુંગીરી ગોસ્વામીની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ગોસ્વામી સમાજના કેજી થી કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ આગામી રવિવારે તારીખ ૧૧-૯-૨૦૨૨ ના રોજ સાંજે ૪ થી ૭ ગોસ્વામી સમાજની વાડી લીલાપર રોડ ખાતે યોજાશે આ વિદ્યાર્થી સન્માન સમારોહમાં સંતો મહંતો ગોસ્વામી સમાજના આગેવાનો સામાજીક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે આ સન્માન સમારોહમાં સર્વ જ્ઞાતિબંધુઓ વિદ્યાર્થીઓને સમાજ ના આગેવાનોએ સહકુટુંબ પધારવા યાદીમાં જણાવવામાં આવ્યું છે