મોરબી: ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા કોર્ષનું વિનામૂલ્યે પ્રશિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવી હતી

ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સાક્ષરતા દિનની અનોખી ઉજવણી

દર વર્ષે મોરબી ખાતે ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા અનેકવિધ રચનાત્મક પ્રવૃતિઓ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ જરૂરિયાત મંદ બાળકોને કોમ્પ્યુટરના બેઝિક શિક્ષણથી સજ્જ કરવા માટે CCCના કોર્ષનું વિનામૂલ્યે પ્રશિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

આ અંગે ઇન્ડિયન લાયોનેસ ક્લબના નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભના બા ઝાલાએ મીડિયાને જણાવ્યું હતું કે, ઇન્ડિયન લાયોનેસ ક્લબના ચીફ પેટર્ન ઈલા હિતેશભાઈ પંડ્યાના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં શિક્ષણ અને સાક્ષરતાને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને તેમાં 78થી વધુ ક્લ્બ જોડાય છે. ત્યારે આ વર્ષે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ- 7,8,9ના બાળકો પૈકી જે બાળકો પ્રતિભાવાન હોય અને જરૂરિયાત મંદ હોય તેમને ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આવેલા સુજાતન કોમ્પ્યુટર કલાસના સંચાલક ઇલા હીનાબેન પરમારના સહયોગથી CCCના કોર્ષનું વિનામૂલ્યે પ્રશિક્ષણ આપવામાં આવશે. તેમ જણાવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ કોર્સ થકી વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પગભર બની શકશે. જેમાં દાતાઓનો પણ સહયોગ સાપાંડ્યો હતો જેમાં દુબઈ સ્થિત માધાપર કચ્છ ના નરેશભાઈ કાનજીભાઈ મેપાણી અને સહદેવસિંહ ઝાલા દ્વારા વિદ્યાર્થીઓને દત્તક લેવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું. આ ઉપરાંત નેશનલ બોર્ડ મેમ્બર પ્રફુલાબેન સોની ,ipp પ્રીતિબેન દેસાઈ, પ્રમુખ નયનાબેન બારા, સેક્રેટરી પૂનમબેન હિરાણી, treasurer પુનિતાબેન છૈયા, ઉપપ્રમુખ મયુરીબેન કોટેચા, હીનાબેન પંડ્યા ,પ્રજ્ઞાબેન ગોસ્વામી,જ્યોતિબેન વિઠ્ઠલપરા , રૂપલબેન દેસાઈ એ આર્થિક સહયોગ આપ્યો હતો.આ અંગે રાષ્ટ્રીય શાળામાં અભ્યાસ કરતા લાભાર્થી વિદ્યાર્થી જયદીપએ મીડિયાને જણાવ્યું હતું કે, મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબ તરથી તેમને મદદ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું અને કલબનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વધુમાં અમારા સેક્રેટરી પૂનમબેન હિરાણીએ 73 માં જન્મદિવસે 73 બાળકોને કોમ્પ્યુટરનું જ્ઞાન મળે તે માટે ક્લબ તરફથી તૈયારી બતાવી હતી રંજના બેન ,ચેતનાબેન અઞવાલ ,ચેતના બેન પંચાલ હાજર રહ્યા હતા