મોરબીની સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણિયાને 5મી સપ્ટેમ્બરના રોજ ટાગોર હોલ અમદાવાદ ખાતે ગુજરાતના માનનીય રાજ્યપાલના, મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી હસ્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા
વિજયભાઈએ શાળામાં બાળકોને માટે કરેલ અનેકવિધ પ્રવૃત્તિઓ, ઈનોવેશનો, તેમજ શિક્ષણના અન્ય ક્ષેત્રોમાં પણ કરેલ અનેકવિધ કામગીરી, સામાજિક ક્ષેત્રોમાં પણ કરેલી પ્રશંસનીય કામગીરી તેમજ સંશોધનો અને લેખો પ્રકાશિત કરવા જેવી કામગીરી બદલ આ એવોર્ડ તેમને અર્પણ કરવામાં આવ્યો.
શાળા ,તાલુકો,અને જિલ્લાના ગૌરવમાં વધારો કરવા બદલ સૌએ તેમને અભિનંદન પાઠવ્યા છે.