વિશાલ જયસ્વાલ હળવદ : હળવદમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી જો વાત કરવામાં આવે તો હળવદ સરા ચોકડી નજીક આવેલ સિનિયર સિટીઝન પાર્ક પાસે દિવાળીના તહેવાર નજીક હોવાથી ફટાકડાના સ્ટોલ નાખવા બાબતે બે અલગ અલગ જૂથો વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી હતી જેમાં એક જૂથના લોકોએ બે ફાયરિંગ કર્યા હતા બંને જૂથ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી ત્યારે હળવદમાં જાહેર રોડ પર આ ઘટનાથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે તેમજ કાયદો અને વ્યવસ્થા ના લીરે લીરા ઉડતા હોય તેઓ માહોલ હાલ સર્જાયો છે અને લોકોમાં પણ તહેવાર નજીક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે પોલીસે ઘટના સ્થળે જઈ આગળની તપાસ હાથ ધરી ઘટના સ્થળેથી બે કારતુશો પોલીસને મળી આવ્યા હતા આ ઘટનાની ગંભીર નોંધ લઇ પોલીસ ફરિયાદી બની હતી કુલ સામસામા સાત આરોપી સામે પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી
૧) પંકજ ચમનભાઈ ગોઠી રહેવાસી હળવદ, ૨) ધર્મેન્દ્ર ચમનભાઈ ગોઠી રહેવાસી હળવદ, ૩) મેહુલ રમણીકભાઈ ગોઠી રહેવાસી હળવદ, ૪) મેરીઓ પ્રેમજીભાઈ દલવાડી રહેવાસી હળવદ, ૫) ગૌતમ જયંતીભાઈ ગોઠી રહેવાસી હળવદ, ૬) દિલીપસિંહ જયુભા ઝાલા રહેવાસી હળવદ, ૭) સિધ્ધરાજસિંહ ગેલુભા ઝાલા રહેવાસી હળવદ




આ સાત આરોપી સામે પોલીસે ફરિયાદ નોંધાવી આગળની દિશામાં તપાસ હાથ ધરી કલમ ૩૦૭,૩૦૮,૧૪૩,૧૪૪,૧૪૭,૧૪૮,૧૬૦ અને આર્મસ એક ભંગ 135 મુજબ અલગ અલગ કલમો નોધી પોલીસે આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી
