વિધાનસભા ચૂંટણી ઇફેક્ટ: ક્ષત્રિય સમાજ આગેવાન અને સામાજિક કાર્યકર “આપ” માં જોડાયા

આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ઉથલ પાથલ વધી રહી છે આવીજ એક ઘટના મોરબી ખાતે બની છે મોરબી ના ક્ષત્રીય સમાજ ના આગેવાન સામાજિક કાર્યકર તેમજ જય માતાજી ગરબી મંડળ લખધીરવાસ ચોક ના પ્રમુખ પ્રદ્યુમનસિંહ ખુમાનસિંહ ઝાલા (પદુભા)કે જેવો હર હંમેશાં લોકો ની સેવા માટે લોકો સાથે રહેતા હોવાથી આગવી ઓળખ ધરાવે છે અને વર્ષો થી નિશુલ્ક ગરબી મંડળ ચલાવે છે

તેઓ આમ આદમી પાર્ટીની વિચારધારા થી પ્રભાવિત થઈ તેમના 50 થી વધુ કાર્યકર્તા સાથે આમ આદમી પાર્ટીમાં ૬૫ મોરબી માળીયા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજભાઈ રાણસરિયા અને જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં આજે જોડાયા આ ઘટના જોતા મોરબી ભાજપ અને કૉંગ્રેસ ને મોટો ઝાટકો આમ આદમી પાર્ટીએ આપ્યો ગણાય, સૂત્રો માંથી મળતી માહિતી મુજબ હજુ પણ સ્વચ્છ છબી ધરાવનાર શિક્ષિત આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાય શકે છે.