સરતાનપર રોડ પર ડમ્પર ચાલકે અડફેટે લેતા સાયકલ ચાલકનું કમ કમાટી ભર્યું મોત.

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર બેદરકારીથી બેફિકરાયથી પૂર ઝડપે ચલાવી આવનાર ડમ્પર ચાલકે સાયકલ ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં સાયકલ ચાલકનું મોત નીપજ્યું હતું જે અંગે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

આ અંગે મળતી માહિતી મુજબ દીપસિંગ રામસિંગ ભુરિયા તેની સાયકલ પર સરતાનપર માટેલ રોડ કેવીન સીરામીકના ગેટ પાસે રોડ પરથી પસાર થતા હોઈ ત્યારે અજાણ્યા ડમ્પર ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે બેફામ ગતિએ ચલાવી સાયકલને અડફેટે લીધી હતી. જેને પગલે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં દીપસીંગને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે જ તેનું મોટ નીપજ્યું હતું. એ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.