મોરબી જિલ્લા આરોગ્ય શાખા અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) ના ઉપક્રમે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વક્તુત્વ સ્પર્ધા યોજાઈ

તમાકુ કંટ્રોલ સેલ મોરબી અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) દ્વારા શ્રી રફાળેશ્વર પ્રાથમિક શાળા ખાતે વ્યસન મુક્તિ જાગૃતિ અર્થે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવા માં આવ્યું હતું. આ તમાકુ નિષેધ વકૃત્વ સ્પર્ધા માં ૨૫૦ જેટલા બાળકો એ ભાગ લીધેલ હતો જેમાં બાળકો દ્વારા વ્યસન ની શારીરિક અસરો, માનસિક અસરો, આર્થિક અસરો વિશે પોતાની શૈલી માં વક્તવ્ય આપવા માં આવ્યું.

આ વકૃત્વ સ્પર્ધા માં વિજેતા થનાર ત્રણ બાળકો ને ઇનામ આપવા આપવા માં આવેલ હતા ભાગ લેનાર તમામ બાળકો ને પ્રોત્સાહન ઇનામ આપવા આવેલ હતા તેમજ શાળા ના તમામ બાળકો નાસ્તો કરાવવા માં આવ્યો હતો.
કાર્યક્રમ ને અંતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) ના આરોગ્ય કર્મચારી દિલીપભાઈ દલસાણીયા દ્વારા તમાકુ ના સેવન થી થતી નુકશાની વિશે બાળકોને પ્રોજેક્ટર પર દર્શાવીને સમજાવ્યા હતા તેમજ બાળકોએ અને તેમના પરિવારજનો આ દુષણ થી દૂર રહે તે માટે અપીલ કરી હતી.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા રફાલેશ્વર પ્રાથમિક શાળા ના આચાર્ય ગુપ્તા, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) ના સી.એચ.ઓ. મકસુદભાઈ સૈયદ, એફ.એચ.ડબલ્યું સાહિસ્તા દેખાવાડીયા અને આશા વર્કર તેમજ શાળા એસ.એમ.સી. ના સભ્ય શ્રીમતી પુષ્પાબેન મકવાણા એ જહેમત ઉઠાવી હતી.