હળવદ તાલુકા ના સરંભડાની ગામની સીમમાં વીજ વાયર તૂટી પડતા શેઢો બળીને ભશ્મીભૂત

વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ તાલુકાના વિવિધ વિસ્તારોમાં વીજ તાર નીચા હોવાથી અવાર નવાર અકસ્માતના બનાવો સામે આવે છે. ત્યારે પંથકના સરંભડા ગામની સીમમાં વૃદાંવન ફીડરના બે તાર ભેગા થઈ અને તણખલા નીચે પડતા શેઢો સળગી ઉઠ્યો હતો. તો સાથે બે તાર ભેગા થતા એક તાર પણ નીચે પડી ગયો હતો. જેમાં સરંભડાની સીમમાં શંકરભાઈ રાયસીંગભાઈ નામના ખેડૂતની વાડીના શેઢામાં રાખેલી ટપક લાઈન સળગી ઉઠી હતી. અને જેમાં ખેડૂતને અંદાજે 25 હજારથી વધુનું નુકસાન થયું હોવાનું ખેડૂત દ્વારા જાણકારી આપી હતી.

વધુમાં હળવદ તાલુકાના વિવિધ વિસ્તારોમાં તાર નીચા હોય અને અકસ્માતની ઘટનાઓ અવાર નવાર બને છે જેથી કરીને તંત્ર દ્વારા આવા નીચા તાર ઉંચા કરી અને અકસ્માત અટકાવવા માટે માંગ ઉઠી છે. વધુમાં સરંભડા ગામે શંકરભાઈ રાયસીંગભાઈની વાડીએ વીજ તાર નીચે પડતા પીજીવીસીએલના અધિકારીઓને જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તારનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.