શ્રી ચિત્રા હનુમાનજી મંદિર શનાળા રોડ મોરબી ખાતે જીવદયા પ્રેમીઓ માટે આ કાળજાળ ગરમીમાં પક્ષીઓની તૃષા છીપાવવા માટે ચિત્રા હનુમાનજી ધૂન મંડળ મોરબી દ્વારા માટીના પાણીના પરબીયાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આશરે ૭૦૦/- થી વધુ કુંડાનું વિતરણ થયું આ સેવાકીય જીવદયા કાર્યમાં ચિત્રા હનુમાનજી ધૂન મંડળ ના પ્રમુખ સાથે મંડળના તમામ સભ્યો હાજર રહેલ
જેમાં ભીખાભાઈ લોરિયા હરખજીભાઈ સુંવારિયા, ચંદુભાઈ કડિવાર, પ્રાણજીવનભાઈ રંગપડિયા સહિત અનેક સભ્યો તથા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના સભ્યો અમરસિભાઈ, નાનજીભાઈ, કેશુભાઈ, પી. એ. કાલરીયા તેમજ લા ઈન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છ ના ફર્સ્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા તેમજ કેટલાક સેવાભાવી સભ્યોની હાજરીથી આ સેવાકીય પ્રવૃતિમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો સાથો સાથ અમારા ચિત્રા મંડળના તમામ સભ્યો અને મંદિર પર હાજર તમામ વડીલોને ટોબરીયા હનુમાનજી મંદિર ગૌશાળાના પ્રમુખ સેવક હરખજીભાઈ તરફથી તમામને નાસ્તો તથા ચા પાણી આપવામાં આવ્યા હતા
ચિત્રા હનુમાનજી દાદાના અને પૂજારીના આશીર્વાદથી આ જીવદયા સેવાકીય કાર્ય પૂર્ણ કરવા માં આવ્યું તેમ
ચિત્રા હનુમાનજી મંડલના પ્રમુખ ટી. સી. ફુલતરિયાની યાદી જણાવે છે