તા.૩૧-૦૭-૨૦૨૩ સુધીમાં તેમની હયાતિની ખરાઇ કરવી
જિલ્લા તિજોરી કચેરી મોરબી તથા તેના તાબાની પેટા તિજોરી કચેરીઓમાંથી IRLA System હેઠળ પેન્શન મેળવતા તમામ પેન્શનરોને જણાવવાનું કે, નાણા વિભાગનાં ઠરાવ મુજબ રાજ્ય સરકારનાં IRLA Systemથી પેન્શન મેળવતા પેન્શનરોની હયાતિની ખરાઇ મે-જૂન-જુલાઇ, ૨૦૨૩ માસમાં કરાવવાની રહેશે.
જે મુજબ જિલ્લા તિજોરી કચેરી મોરબીથી તમામ પેન્શનરોનાં હયાતિનાં ફોર્મ જરૂરી વિગતો ભરી બેન્કને મોકલી આપવામાં આવેલ છે. પેન્શનરો જે બેન્કમાંથી પેન્શન મેળવતા હોઇ તે બેન્કમાં જઇ તા.૩૧-૦૭-૨૦૨૩ સુધીમાં તેમની હયાતિની ખરાઇ કરાવી લેવાની રહેશે. પેન્શનરોની હયાતિ ખરાઇ કરવામાં આવે ત્યારે તમામ પેન્શનરોએ સંદેશો બેન્કમાંથી મેળવી લેવાનો રહેશે તેમ જિલ્લા તિજોરી મોરબીની યાદીમાં જણાવાયું છે.