આલેખન રાધિકા જોષી : ગોરખપુરના મુખ્ય બજાર ગોલઘરમાં ગોરખનાથ મંદિર સંચાલિત કોલેજમાં ભણતા કેટલાક વિદ્યાર્થીઓ એક દુકાન પર કપડાં ખરીદવા ગયા અને ત્યાં દુકાનદાર સાથે થયેલી બોલચાલ દરમિયાન દુકાનદારે રિવોલ્વ કાઢીને છાત્રોને ધમકાવ્યા ત્યારે દુકાનદાર વિરુદ્ધ કાર્યવાહીની માંગને લઈને એક યુવા યોગીની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. આ યુવા યોગી બીજું કોઈ નહીં પરંતુ યોગી આદિત્ય નાથ હતા. જેમણે 15 ફેબ્રુઆરી 1994માં નાથ સંપ્રદાયના પ્રમુખ મઠ ગોરખનાથ મંદિરના ઉત્તર અધિકારીના રૂપમાં પોતાના ગુરુ મહંત અવૈદ્યનાથ પાસેથી શિક્ષા લીધી હતી. ગોરખપુરની રાજનીતિમાં આ યુવાનની ધમાકેદાર શરૂઆત હતી. આ સમયગાળા દરમિયાન ગોરખનાથની રાજનીતિમાં બે મુખ્ય નેતાઓ હરીશંકર તિવારી અને વિરેન્દ્ર પ્રતાપ શાહીની પકડ નબળી પડી રહી હતી. વિદ્યાર્થીઓ અને યુવાનોને યોગી આદિત્યનાથમાં મહાસભાના અધ્યક્ષ રહેલા મહંત દિગ્વિજયનાથની છબી દેખાઈ. જેથી ધીમે ધીમે યુવાઓ તેમની સાથે જોડાતા ગયા અને યોગી આદિત્યનાથ હિન્દુત્વના મોટાનેતા તરીકે ઉભરી આવ્યા. આ દરમિયાન દિલ્હી અને બિહારમાં મળેલી હારથી ભાજપ યુપીમાં મુખ્યમંત્રીના ચહેરા માટે મજબૂત નેતા શોધી રહ્યા હતા. 2016 માં મળેલી બેઠકમાં યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવાયો.
ઉતરાખંડના ગઢવાલથી આવેલા અજયસિંહના યોગી આદિત્યનાથ બનવાના સફરમાં પૂર્વ જીવન વિશે કોઈ ખાસ જાણકારી ઉપલબ્ધ નથી. મહંત દિગ્વિજય નાથે હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર ગોરખનાથ મંદિર પર 52 એકર માં ફેલાવ્યું હતું. જેને પછીથી મહંત અવૈદ્યનાથે આગળ ધપાવ્યું. ગોરખનાથની ગાદીના ઉત્તરા અધિકારી બન્યાના માત્ર ચાર વર્ષમાં જ મહંત અવૈદ્યનાથે યોગી આદિત્યનાથને પોતાના રાજનૈતિક ઉત્તરાધિકારી બનાવ્યા.
ગોરખપુરથી મહંત અવૈદ્યનાથ સાંસદ બન્યા હતા તે જ સીટ પરથી યોગી આદિત્યનાથ 1998 માં 26 વર્ષની આયુમાં લોકસભા પહોંચ્યા. ત્યાર પછીના સમયગાળામાં યોગી આદિત્યનાથે હિન્દુ યુવા વાહીની નામની સેનાનું નિર્માણ કર્યું જેને હવે આપણે સંસ્કૃતિ સંગઠન ના નામથી ઓળખીએ છીએ. શરૂઆતમાં યોગી આદિત્યનાથ પર હિન્દુ મુસ્લિમ રમખાણો કરાવવા, પ્રજાને ભડકાવા જેવા અનેક આરોપો લાગ્યા હતા પરંતુ સત્ય એ છે કે તેમના મુખ્યમંત્રી બન્યા પછી યુપીમાં રમખાણો નું પ્રમાણ ખૂબ ઓછું થયું હોવાની સાથે શાંતિનું વાતાવરણ છવાયું હતું.
આ જ સાથે તેઓ ભાજપના રાષ્ટ્રીય નેતા તરીકે ઉભી આવ્યા છે અને માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં પરંતુ અન્ય રાજ્યોના લોકોમાં પણ લોકપ્રિય બનવા લાગ્યા છે. હાલમાં કર્ણાટકમાં યોજાનાર ચૂંટણીમાં મહત્વની જવાબદારીઓ સોંપાય છે.