કમલમ ફળ વાવેતરમાં સહાય માટે ૩૧ મે સુધીમાં અરજી કરવી

બાગાયત ખેડૂતોએ https://ikhedut.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે.

મોરબી જિલ્લાનાં ખેડૂતો માટે કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ)ના વર્ષ ૨૦૨૨-૨૩ના નવા વાવેતર માટે સહાયઘટકમાં ગુજરાત સરકારશ્રીના બાગાયત ખાતા દ્વારા નિયમોનુસાર નોર્મસ પ્રમાણે સહાય આપવામાં આવે છે. આ સહાયમાં સામાન્ય જાતિના ખેડૂતને ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ. ૩,૦૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે અને અનુસુચિત જનજાતિ અને અનુસુચિત જાતિના ખેડૂત માટે ખર્ચના ૭૫% કે મહત્તમ રૂ. ૪,૫૦,૦૦૦ પ્રતિ હેકટર અથવા યુનિટકોસ્ટ મર્યાદામાં મહતમ રૂ.૬,૦૦,૦૦૦ પ્રતિ હેકટર સુધી સહાય આપવામાં આવશે.

જે મેળવવા માટે તા.૩૧-૦૫-૨૦૨૩ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક, વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭ તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.