મોરબી : સેનવા સમાજ દ્વારા રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

મોરબી સેનવા સમાજના યુવાનો દ્વારા માય ફેમિલિ રાત્રી પ્રકાશ ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વાવડી ખાતે આવેલ સરદાર પટેલ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું

જેમાં ૧૨ ટીમોએ ભાગ લીધો હતો અને બજરંગ ઈલેવન અને મહેન્દ્રનગર ઈલેવન ટીમ વચ્ચે ફાઈનલ મુકાબલો યોજાયો હતો જેમાં બજરંગ ઈલેવન ટીમનો વિજય થયો હતો

ફાઇનલ મુકાબલામાં સમાજના અગ્રણી ઉપસ્થિત રહ્યા તેમજ આ આયોજન બદલ સમાજના અગ્રણીઓ દ્વારા યુવાનોને પ્રોત્સાહન આપ્યું હતું અને આગામી દિવસમોમાં આવા આયોજન કરતા રહે તેવું જણાવ્યું હતું