મોરબી જિલ્લાની તમામ ITI ખાતે સમર સ્કિલ વર્કશોપનું આયોજન

મોરબી જિલ્લામાં મોરબી, ટંકારા, વાંકાનેર, હળવદ તથા માળિયા ખાતે સરકારી આઈ.ટી.આઈ દ્વારા ધોરણ ૮ પછીના વિદ્યાર્થી માટે તા.૨૨/૦૫/૨૦૨૩ થી પાંચ દિવસ માટે નિ:શુલ્ક સમર સ્કીલ વર્કશોપ યોજશે.

આ સમર સ્કીલ વર્કશોપમાં એક અઠવાડિયાના પાંચ દિવસ માટે રોજના બે કલાક અથવા ચાર દિવસ રોજના અઢી કલાક અથવા બે દિવસ રોજના પાંચ કલાક એમ કુલ  ૧૦ કલાકના વર્કશોપમાં જોડાવાનું રહેશે. વર્કશોપમાં જોડાઇને બાળકો તેમની જીવનની કારકિર્દી અને આવનારા સમયની ટકનોલોજી વિશે માહિતગાર થઈ શકશે.

આ વર્કશોપમાં વર્કશોપમાં સલામતીનું મહત્વ તેમજ ઘરેલુ વપરાશમાં ઉપયોગી ઇલેક્ટ્રીક સર્કિટ, ટૂલ્સ, સાધનો તેમજ ઈલેકટીક કાર્ય કરતી વખતે ધ્યાને લેવાના સલામતીના પગલાં, સીલિંગ ફેનનું સંપૂર્ણ મિકેનિઝમ અને તેની ઝડપને નિયંત્રિત કરતા રેગ્યુલેટરની પાછળનું વિજ્ઞાન, ફ્યુઝ, MCB, રિલેનો સામાન્ય પરિચય, વાસ્તવિક સમયમાં MCB નું કાર્ય, વીજ કરંટના શ્રેણી અને સમાંતર પ્રવાહનો પરિચય, ઘરગથ્થુ ઇલેક્ટ્રિક સર્કિટમાં સમાંતર સર્કિટના સિદ્ધાંત પર કાર્ય કરતા બહુવિધ બલ્બનો ઉપયોગ કરી બતાવવો, પોતાના માટે એકસ્ટેશન બોર્ડ બનાવો, એક્સેલની પાયાની સમજ તેમજ સરવાળા, બાદબાકી, સરેરાશ, શેષ, મધ્યક, એક્સેલમાં ચાર્ટ, pivot table ની સમજ, પીવીસી પાઇપના ઉપયોગથી ટ્રમપેટ બનાવવું તેમજ પ્રાયોગિક અભ્યાસ દ્વારા વેલ્ડિંગ રોડ કેમ પકડવી, વેલ્ડિંગ જ્યોતનો પ્રવાહ અંગે સિંગલ રોડ વેલ્ડિંગની મદદથી વેલ્ડિંગ અંગેની પાયાની સમજ, ઈલેક્ટ્રોનિક સર્કિટ, સેમિકઽક્ટર, PCB બોર્ડ, સોલ્ડરિંગનો પરિચય, પ્લમ્બિંગ અંગેની બેજિક સમજ, તે માટે ઉપયોગમાં લેવાતા વાલ્વ, વોશર, લીકેજ અંગેની સમજ, પેટ્રોલ ડીઝલ એન્જિનનો વર્કિંગ અંગેનો કટ સેક્શન, એક્સલેટર, તેમજ બ્રેકનું કાર્ય, વ્હિલ કેવી વળે છે તે અંગેની સમજ, સિવણનો ઘરેલુ ઉપયોગ તથા સીવણ થીયરીની સમજ આ ઉપરાંત ઔદ્યૌગિક તાલીમ સંસ્થા ખાતે ચાલતા કોમ્પ્યુટર, મિકેનિકલ, ઇલેક્ટ્રીકલ, ઇલેક્ટ્રોનિક્સ ફેબ્રીકેશન ડ્રાફટ્સમેન સીવીલ ઓટોમોબાઇલ, સુઇંગ ટેક્નોલૉજી, હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર તથા ડ્રોન મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી જેવા સેકટરોના વ્યવસાયનું પાયાનું પ્રેકટીકલ જ્ઞાન જાણવા શીખવા મળશે. તેમજ કૌશલ્ય પ્રાપ્તિ બાદની ઉજ્જવળ કારકિર્દી વિશે માર્ગદર્શન આપવામાં આવશે

આ સમર સ્ટીલ વર્કશોપ માં ભાગ લેવા માટે

() આઈ.ટી.આઈ.મોરબી  https://bit.ly/42Dx057
(૨) આઈ.ટી.આઈ હળવદ  https://forms.gle/z4YRrwvvgQfPxE7XA
(3) આઈ.ટી.આઈ.ટંકારા   https://forms.gle/inWeJUSiUYWXeX5D6
(૪)આઈ.ટી.આઈ માળીયા (મીં) :- https://docs.google.com/forms/d/e/1FAIpQLSclU3kWlpW1MKZjhURmC2-WgQTsJk_ngMZbItROnouTDI3Ekg/viewform?usp=sf_link
(૫)આઈ.ટી.આઈ.વાંકાનેર :https://docs.google.com/forms/d/1DVhkYkXWm44OkZViarbH_sR7yWwkOAOxhi-Kmm1VP60/viewform?pli=1&pli=1&edit_requested=true લિકમાં રજિસ્ટ્રેશન કરી શકાશે.

વધુ માહિતી માટે આઈ.ટી.આઈ.મોરબી- ૮૩૨૦૧૬૯૫૯૯, આઈ.ટી.આઈ હળવદ –૯૨૬૫૯૭૬૩૭૯૩, આઈ.ટી.આઈ. ટંકારા – ૮૮૪૭૩૦૪૬૭૮,  આઈ.ટી.આઈ. માળીયા (મી) :- ૯૬૨૪૩૭૬૧૩૩, આઈ.ટી.આઈ. વાંકાનેર- ૯૮૯૮૧૧૧૨૩૫ નંબર પર સંપર્ક કરવા આચર્ય મોરબી ઓદ્યોગીક તાલીમ સંસ્થાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.